જાણો કેવી રીતે કોઈ મિલકત હોમ લોન અસ્વીકાર તરફ દોરી શકે છે
•
તમારા ઘરના સ્થાનને કારણે તમારી લોન એપ્લિકેશનને નકારી શકાય છે. ઘણા અરજદારોને આ ખ્યાલ હોતો નથી, પરંતુ તમારી મિલકત હોમ લોન અસ્વીકાર તરફ દોરી શકે છે.
ઘણી વખત ખૂબ સારો ક્રેડિટ સ્કોર, બેંક સ્ટેટમેન્ટ અને સારી આવક હોવા છતાં, જો તમારું ઘર એવી જગ્યા પર છે જે જગ્યા તમારી ફાઇનાન્સર ની સારી ચોપડી માં નથી, તો તમારી લોન નામંજૂર કરાઈ શકાય છે. પરંતુ કંઈજ ચિંતા ના કરો, સમસ્યા અમે બતાવી તો નિકાલ પણ અમે જ બતાવીશું . અમે તમને જણાવીશું કે કયા કારણોસર તમારા ઘર નું સ્થાન ફાઇનાન્સર ને નહીં ગમે. અમે અહીં બધા કારણો શામેલ કર્યા છે પરંતુ તમે હજી પણ તમારા ફાઇનાન્સર સાથે વાત કરીને ફોર્મ હોમ લોન અસ્વીકાર કરવાનું કારણ શોધી શકો છો.
-
તમારા ઘર ના વિસ્તાર માં રહેતા વ્યક્તિ દ્વારા લોન ડિફોલ્ટ:
તમે તમારી દાદી પાસે થી સાંભળ્યું હશે કે “એક ટોપલી માં પડેલી એક સડેલી કેરી, બીજી બધી કેરીઓ ને તેની જેમ સડાવી દે છે”. અને તે જ દાદીજી ની શિખામણ હોમલોન પર પણ લાગુ પડે છે. હા, ફાઇનાન્સર,ફક્ત એક કેરી ને જ તપસ્યા વિના, આસપાસ ની અન્ય બધી કેરીઓનો ડેટા તપાસે છે, એટલે કે, બીજા બધા એપ્લિકન્ટ્સનો પણ ડેટા તપાસે છે. જો એ જ ક્ષેત્રની બાકી ની કેરીઓ પણ સડેલી મળી, એટલે કે,એ ક્ષેત્રના અન્ય ઘણા લોન ધારકો તેમના લૉન રેપેમેન્ટ ને ચૂકયા હોય, તો તે વિસ્તારને બ્લેકલિસ્ટમાં મૂક્વામાં આવે છે. દાદી કેવી રીતે બધી કેરીઓ ફેંકી દેતા હતા અને તમારે ખાલી હાથે પાછા ફરવું પડતું હતું, બસ ફાઇનાન્સરો પણ તેવું જ કરે છે. પરંતુ ચિંતા કરશો નહીં, તમારી પાસે હંમેશાં ઘણાં અન્ય ફાઇનાન્સરો નો વિકલ્પ તો હોય છે.
-
સ્થાનની ખરાબ પ્રતિષ્ઠા ફાઇનાન્સર દ્વારા હોમ લોન અસ્વીકાર તરફ દોરી શકે છે
કેટલાક વિસ્તારોમાં કોમી રમખાણો, તોફાનો, મોટાભાગે ખૂન, બળાત્કાર અને લૂંટ થતી રહેતી હોય છે. અને પાછો જે તે વિસ્તાર આજ બધી બાબતો માટે જાણીતો હોય છે. એક સારા મિત્ર ની જેમ, જો તમારા પૂછ્યા વિના સાચી સલાહ આપું, તો તમે આવા વિસ્તારમાં ઘર ના લો તો જ સારું છે. અને કોઈ પણ ત્યાં ઘર લેવા માંગશે પણ નહીં. ત્યાં હંમેશા રી-સેલેબીલીટી ની તકલીફ રહેશે. શું કોઈ ફાઇનાન્સર આવી જગ્યા ના ઘર માટે લોન આપવા માંગશે ??
-
ડેવેલોપર્સ નો ખરાબ રેકોર્ડ:
ઘણા ડેવેલોપર્સ છે જે મકાન બનાવવા માટે નિમ્ન કક્ષાની ગુણવત્તા ની સામગ્રીનો ઉપયોગ કરે છે અને મકાન બનાવવા માટે ના કાનૂની નિયમો નું પણ પાલન કરતા નથી. હવે તમારા માટે આવા ડેવેલોપર્સ ને ઓળખવા ઘણા મુશ્કેલ છે પણ, તમારો ફાઇનાન્સર તો બધું જ જાણતો જ હશે. અને આ તમારી લોન એપ્લિકેશન પર ખૂબ માઠી અસર કરશે. આ સિવાય, આ ડેવેલોપર્સ સાથે બીજી મોટી સમસ્યા છે – અધિકારત્વ ની બાબતોમાં વિલંબ .(જો કે, RERA પછી આ બાબતો ના કેસ માં નોંધપાત્ર ઘટાડો થયો છે) જો તમારા વિસ્તાર માં આવા ઘણા ડેવેલોપર્સ હોય , તો તે વિસ્તાર ને બ્લેકલિસ્ટ કરી દેવા માં આવશે અને તમારી લોન ની અરજી પણ નકારી દેવા માં આવશે.
-
N.A. પ્રમાણપત્ર (એટલે કે ખેતી વગરની જમીન) નું ના હોવું
ખેતી ની જમીન પર કોઈ બાંધકામ ની મંજૂરી નથી. બાંધકામ શરૂ કરતા પહેલા બિલ્ડરો એ NA સર્ટિફિકેટ મેળવવું પડે છે, જે દર્શાવે છે કે આ ખેતી ની જમીન નથી. તમે તમારા મકાન ને સંપૂર્ણ રીતે જોયા પછી , તેને પસંદ કર્યા પછી બિલ્ડર પાસે બધા દસ્તાવેજોની તપાસ કરવા ગયા હતા ?? જેટલું તમે તમારા ઘરના એક એક ખૂણાને તપાસો છો, તેટલું તમે દસ્તાવેજ ને તપાસો છો? તમારું તો ખ્યાલ નહીં પણ ફાઈનાન્સર તો તપાસે જ છે . જો આ પ્રમાણપત્ર બિલ્ડર પાસેથી મળશે નહી, તો ફાઇનાન્સર લોનની અરજીનો સ્વીકાર કરશે નહીં અને જો તે સારો વ્યક્તિ હોય, તો તે તમને આ વિશે જાણ જરૂર કરશે અને છેતરપિંડીથી તમારું રક્ષણ કરીને બચાવશે .
-
ઇલેક્ટ્રિકલ વાયરિંગની સમસ્યા
જો ફાઇનાન્સર ને તમારા ઘર ની આજુબાજુ ના વિસ્તાર માં વધુ ટેન્શન વાળા ઇલેક્ટ્રિકલ વાયરિંગ મળે છે, તો તે તમારી લોનની અરજી નો અસ્વીકાર કરી શકે છે. મોટાભાગે તમને આ વિશે જાણ હોતી નથી, પરંતુ 220 વોલ્ટ ની વીજળી તમારા માટે પણ જોખમ ભરેલી બની શકે છે, તેથી ધ્યાન રાખજો .
-
રી – સેલેબીલીટી ની તકો ઓછી હોવી
ઘરના ખરીદ – વેચાણ ના વેપાર માં, એવું કહેવામાં આવે છે કે “દરેક જણ જૂઠું બોલે છે”. અલબત્ત, અમે એવું કશું કહી રહ્યા નથી કે તમારે કોઈ ની પર વિશ્વાસ ન કરવો જોઇએ, પરંતુ બધી જ માહિતી ની તપાસ કરવી એ તમારી જવાબદારી બને છે. તમારો ફાઇનાન્સર પણ તમારા પર વિશ્વાસ ઘણી વાર ઓછો કરી શકે છે, તેથી તે ઘરના રી – સેલ કિંમત ની તપાસ કરે છે. જો તેમને તે રકમ સાચી લાગે તો તમારી લોન એપ્લિકેશન સ્વીકારવામાં આવે છે. તેથી જ જેટલો ભરોસો તમે તેઓને અપાવી શકો તેટલો અપાવો . અને બધું જ કર્યા છતાં પણ તેઓ જો ના પાડે તો યાદ રાખો કે “દુનિયા બહુ મોટી છે” . એક નહીં તો બીજો .
-
ભવિષ્ય માં વિકાસ ની તકો ઓછી હોવી
જો ફાઇનાન્સર તમારી લોન સ્વીકારે છે, તો તેને ખાલી પૈસા આપવા સિવાય બીજા ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઘણી મહત્વની પ્રકીર્યા નું ધ્યાન રાખવાનું હોય છે જેમ કે બિલ્ડરો ની કાનૂની અને નાગરિક તપાસ, વિસ્તાર નું નિરીક્ષણ, કરાર ના દસ્તાવેજો ની વ્યવસ્થા, બિલ્ડર સાથે ટાઈ-અપ માટેના દસ્તાવેજો વગેરે. એટલે કે લોનની રકમ ના સિવાય કેટલીક રકમ આ બધા જ કામ માં જાય છે જે ફાઈનાન્સર પોતે ભરે છે. (પ્રોસેસિંગ ફીઝ ફાઈનાન્સર એમ જ થોડી લે છે). હવે આ રોકાણની આ વેરીએબલ કોસ્ટ ફાઇનાન્સર ને ઘણી વધારે લાગે છે , જો લૉન એક એવા ક્ષેત્ર માં આપે કે જે ક્ષેત્ર નો ભવિષ્ય માં વિકાસ જ નથી થવાનો. આ તે ક્ષેત્રમાં પણ લાગુ પડે છે જ્યાં ફક્ત સ્ટેન્ડ અલોન મકાન છે. ઘણી વખત ફક્ત આના કારણે તેઓ લોન સ્વીકારતા નથી.
-
ઘર સુધી પોહચવા ની સમસ્યાઓ
તમે ઇચ્છો એટલું સરસ અને સુંદર તમારું મકાન બનાવી શકો છો, પરંતુ જો ત્યાં પહોંચવા ના માર્ગ માં ઘણા બધા ખાડાઓ હોય તો ત્યાં તે ઘર બનાવવા નો કોઈ જ અર્થ નથી. ચાલો એમ સમજીએ કે તમારા ઘર નું સ્થાન એવી જગ્યા એ છે કે જ્યાં સામાજિક પરિવહન દ્વારા પોહચવું શક્ય જ નથી, તો એટલી તો અપેક્ષા રાખી જ શકાય કે ત્યાં જતા રસ્તાની સ્થિતિ યોગ્ય હોય . જો તમારા ઘરમાં આગ લાગે તો? (ભગવાન કરે ના જ લાગે ) ફાયરબ્રિગેડ ત્યાં સુધી પહોંચી શકશે જ નહીં અને પછી તમારા ઘરની હાલત નું શું થશે! હવે જ્યારે તમે બિલ્ડર સાથે આ બધી બાબતો વિશે વાત કરશો, તો તે સરસ મજાની મીઠી ભાષા માં તમને કહેશે કે “અરે! રોડ બનાવવામાં આવી રહ્યો છે, મેટ્રો 3 મહિના માં અહીં આવશે. વિકાસ થઈ જ રહ્યો છે.” તમે ભલે ચાલો માની પણ જાઓ , પણ ફાઈનાન્સર તો બધી જ તપાસ કરાવશે અને એમના અનુભવ પ્રમાણે તેઓ લૉન ની અરજી નો સ્વીકાર કરશે નહીં .
-
ડિઝાસ્ટર હબ
આપણા ભારત માં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં વરસાદ ની મોસમ માં પૂર નું જોખમ રહેલું છે. (દરિયા કાંઠા પર આવેલા મોટાભાગ નાં શહેરો, જેમ કે મુંબઇ અથવા મોટેભાગે એવા શહેર જ્યાં અગાઉ પૂર આવેલું છે), આવી જ રીતે એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં વિવિધ પ્રકારના માનવસર્જિત આપત્તિ અથવા કુદરતી આપત્તિ આવવાનો ખતરો હંમેશા બનેલો રહે છે. ફાઇનાન્સર આવી જગ્યાએ આવેલ પ્રોપર્ટી માટે લૉન તરીકે પૈસા આપવાનું ટાળે છે. જો કે લેનાર તરીકે પણ, તમારે પહેલા તમારા ઘરની છત તપાસવી જોઈએ અને ઘર બાબતે સુરક્ષિત થઈ જવું જોઈએ અને પછી જ તે માટે EMI ભરવાની મુશ્કેલી ઉઠાવવી જોઈએ .
-
સરકારી કારણોસર હોમ લોન અસ્વીકાર
જો તમે જે ક્ષેત્ર માં ઘર લેવા જઇ રહ્યા છો તે વિસ્તારને સરકાર દ્વારા કમર્શિયલ ઝોન અથવા તો SEZ જાહેર કરવામાં આવ્યો હોય, તો પછી સંભવ છે કે સરકાર તે ક્ષેત્ર માં કેટલાક સમયમાં મેટ્રો રેલ લાઇન અથવા નવું એરપોર્ટ બનાવવાની હોય. આમ તો, આપણે જાણીએ છીએ કે આ બધી બાબતોમાં, સરકાર નિર્ણય લેવા માં અને તેને અમલ માં મુકવા માં ઘણો વિલંબ કરે છે. પરંતુ ધારો કે તમે ઘર ખરીદો અને ટૂંક સમયમાં ત્યાં એક મેટ્રો રેલ લાઇન આવશે તો શું થશે? હવે તે તમારા ઘર માંથી તો પસાર થશે નહીં. તમારું ઘર તોડી પાડવા માં આવશે. તેથી, ફાઇનાન્સર્સ એવી વસ્તુ માં પૈસા ખર્ચ કરશે નહીં જે ભવિષ્ય માં અસ્તિત્વ માં ના રહેવાની હોય .
આ બધા એવા કારણો હતા જેના કારણે સંભવિત તમારી લોન અરજી નામંજૂર કરવામાં આવે છે. પરંતુ છેલ્લે જોવા જઈએ તો ફાઇનાન્સર એક માણસ જ છે, કે જેઓ ઘણી વખત તેમના મન પ્રમાણે ચાલે છે, તેથી કદાચ તેમનું નામંજૂરી નું કંઈક નવું અને અલગ કારણ હોઈ શકે છે, તેથી ઉત્તમ ઉપાય એ છે કે તેમની સાથે ખુલ્લા દિલ થી વાત કરો.પણ સાવ પેલા “થઈ જશે” વાળા મલ્હાર ની જેમ નહીં. આશા છે કે તમે તમારા સ્વપ્નનું ઘર અને તેના માટે લોન સરળતાથી મેળવશો.