હોમ લોન માટે અરજી કરતા પહેલા 10 વસ્તુઓ જે તમારે જાણવી જોઈએ
•
એક બહાદુર રાજા હતો . યુદ્ધ માં ખૂબ બહાદુરી અને નીડરતા સાથે લડ્યો. એના સાહસ ને કારણે એ જીત્યો અને તેણે જીતેલા કિલ્લા પર પોતાનો ઝંડો લહેરાવ્યો . આવી ઘણી વાર્તાઓ તમે સાંભળી જ હશે. તમને ખબર છે? આવી શૂરવીરતા વાળી વાર્તાઓ આજે પણ એટલી જ યોગ્ય છે , જ્યારે તમે તમારા માટે ઘર ખરીદો છો. તમારુ પોતાનું ઘર અને આ સપનું બધા જ જુએ છે અને એના માટે જે પહેલું પગથિયું હોય છે તે છે હોમ લોન. તમે તમારું પસંદગી નું ઘર ખરીદવા માટે કે પોતાના સપનાનું ઘર બનાવા માટે જે રકમ હાઉસિંગ ફાઇનાન્સ કંપની થી ઉધાર લો છો એને કહેવાય છે હોમલોન. અને આજ રકમ તમારે દર મહિના ના અંતરાલ માં બેંક ને EMI ના રૂપ માં પાછી આપવાની હોય છે . આ સમયગાળા દરમ્યાન તમને આપેલી રકમ ની સામે બેંક તમારી પ્રોપર્ટી (તમારું ઘર) ને સુરક્ષા માટે રાખે છે . હવે તમે કહેશો આ બધું તો અમને ખબર છે . બિલકુલ . પણ હવે આપણે વાત કરવાના છે એ 10 વસ્તુઓની , જેના વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે . ( આ 10 વસ્તુઓ જાણ્યા પછી તમે તમારા મનગમતા કિલ્લા પાર ઝંડો લહેરાવી શકશો)
1. શું તમે હોમલોન લેવા યોગ્ય છો ?
હોમલોન ના માપદંડ શું છે ? તમે કેટલી રકમ સુધીનું હોમલોન મેળવી શકશો ? ફાઈનાન્સર તમારી આવક અને તમારી લૉન પાછું આપવાની ક્ષમતા પરખે છે.બીજા પણ ઘણા પરિબળો છે કે જેનાથી તમારી પરખ થાય છે . જેમ કે , તમારી ઉંમર ,શૈક્ષણિક યોગ્યતા , ફાઈનાન્સીઅલ પોઝિશન , ડીપેન્ડેન્ટ ની સંખ્યા , તમારા સાથી એપ્લીકન્ટ ની આવક , તમારી નોકરીની સ્ટેબિલિટી અને તમારા જુના રેપેમેન્ટ ના રેકોર્ડ્સ . કેટલાક ફાઈનાન્સર તમારી સંભવિત યોગ્યતા માપવા માટે કેલ્ક્યુલેટર પણ આપે છે , જેનાથી તમે ઓછા સમયમાં એક સંભવિત રકમ નું અનુમાન લગાવી શકો છો.
2. ROI (રેટ ઓફ ઈન્ટરેસ્ટ એટલે કે વ્યાજ દર)
તમારું રેટ ઓફ ઇન્ટરેસ્ટ નક્કી કરશે કે તમારો ઇન્ટરેસ્ટ આઉટફલો કેટલો હશે , એટલે કે તમે તમારી લૉન ની રકમ થી કેટલી વધુ રકમ બેંક ને આપશો . આમ તો , ઈન્ટરેસ્ટ રેટ એ 8.5% થી લઈને 14.5% ની વચ્ચે નો કોઈ આંકડો હોય છે (હોમલોન માટે) . પણ એ આંકડા ને તમારા ફાયદા માં લાવવો એ તમારા હાથ માં છે . આને યુદ્ધ નું એક ચપળ પગલું જ સમજી લો . તમારી આવક અને પ્રોપર્ટી દર્શાવતા બધા જ દસ્તાવેજ જો તમે સાચા સમય પર ભેગા કરીને તમારા ફાઈનાન્સર ને સાચા સમય પર આપી દેશો , તો તમારા એપ્લિકેશન ને ભરોસાપાત્ર ગણવામાં આવશે અને ફાઈનાન્સર એક સારા ઇન્ટરેસ્ટ રેટ નો પ્રસ્તાવ મુકશે . (ઓછો ઇન્ટરેસ્ટ રેટ એટલે બચત જ બચત )
3. હોમલોન પર ફ્લોટિંગ ROI
ફ્લોટિંગ રેટ – આ ઇન્ટરેસ્ટ રેટ જોડાયેલો છે ફાઈનાન્સર ના બેન્ચમાર્ક રેટ થી. જો બેન્ચમાર્ક રેટ માં બદલાવ આવ્યો તો સીધો બદલાવ આવશે તમારા ઇન્ટરેસ્ટ રેટ પર .
4. હોમલોન પર નિયત કરેલ ROI
જેવું નામ , એવું કામ . આ ROI લૉન લેતા સમય નક્કી કરવામાં આવે છે , જેમાં કોઈ પણ પરિસ્થિતિ માં કોઈ જ બદલાવ નથી આવતો . લૉન ચુકવણી માટે અપાતા પુરા સમયગાળા દરમ્યાન , આ નક્કી કરેલ ROI પ્રમાણે જ તમે લૉન ના ઇન્સ્ટોલમેન્ટ ભરી શકશો . પરંતુ ક્યારેક ક્યારેક , નક્કી કરવામાં આવતા ROI ને એક સમયગાળા માં બાંધવામાં આવે છે. જેમ કે , 10 વર્ષ સુધી એક નિયત ROI , પરંતુ ત્યારબાદ ફાઈનાન્સર માર્કેટ રેટ પ્રમાણે બદલાવ લાવી શકે છે.
5. લાગુ કરવામાં આવતો વધારાનો ખર્ચ
પોતાની EMI ની ચૂકવણી ઉપરાંત, એવા કેટલાક ખર્ચ પણ છે જે લોન એપ્લિકેશન પ્રક્રિયા દરમિયાન ફાઈનાન્સર તમારી પાસેથી લે છે. સર્વિસ અને પ્રોસેસીંગ ફી જેવા ખર્ચ. લોન માટે અરજી કરતાં પહેલાં, તમારે આ બધા ચાર્જ વિશે તમારા ફાઈનાન્સર સાથે વાત કરવી જોઈએ. (આ તક છે ભાવતોલ કરવાની)
6. તમારા EMI ના બજેટ અનુસાર લોનની અવધિ નક્કી કરો
તમે વધુમાં વધુ 30 વર્ષ માટે હોમ લોન લઈ શકો છો. તમારા હોમ લોનના સમયગાળા અને તમારા EMI વચ્ચેનો સંબંધ સિસો (હિંડોરા) જેવો છે. લોનની મુદત વધારે તો EMI ઓછી ; અને EMI જેટલી વધારે તો સામે લોનની મુદત ઓછી. આ ગણતરી ને પણ યાદ રાખો, લોનની અવધિ જેટલી વધારે છે, એટલો ઇન્ટરેસ્ટ આઉટફલૉ વધુ થશે . જો તમે તમારી ક્ષમતા અનુસાર લોન 15 વર્ષમાં ચૂકવી શકો છો, તો પછી તેને 25 વર્ષ સુધી ખેંચવાની જરૂર નથી. તેવી જ રીતે, જો તમે ઓછી EMI ની રકમ ભરવા માંગતા હો, તો તમે લાંબા ગાળા માટે જઈ શકો છો.
7. નિયમિત રીતે ચૂકવણી કરો
જેવી તમારી લોન બેંક દ્વારા મંજૂર થાય છે, તરત તમારે ખાતરી કરતા રેહવું પડશે કે તે સમયસર ચુકાઈ જવું જોઈએ. એટલે જ તમને કડક બજેટ ને અનુસરવાની સલાહ આપવામાં આવે છે જેથી EMI ની ચૂકવણી માં કોઈ સમસ્યા અથવા અનિયમિતતા ન આવે. સારા બાળક ની જેમ એક સારો ક્રેડિટ સ્કોર જાળવવા માટે, તમારે લોન ની નિયમિત અને સમયસર ચુકવણી ની દિશા માં કામ કરવું પડશે અને તે મુજબ તમારા બાકી ના માસિક ખર્ચ ની કાળજી લેવી પડશે.
8. મહત્વપૂર્ણ અને ફરજિયાત એવા દસ્તાવેજો
હોમ લોન વગેરે માટે જરૂરી કેટલાક દસ્તાવેજો.
- KYC દસ્તાવેજો
>આધારકાર્ડ
>મતદાર ઓળખકાર્ડ
>માન્ય પાસપોર્ટ
>ડ્રાઇવિંગ લાઇસન્સ
>પાન કાર્ડ
- ઇનકમ પ્રુફ એટલે કે આવક નો પુરાવો
>છેલ્લા 3 પગાર ની સ્લીપ
>ફોર્મ 16
>છેલ્લા 3 વર્ષનો IT રિટર્ન
>શોપ એક્ટ લાઇસન્સ અથવા તમારા વ્યવસાયનું લાઇસન્સ (સ્વ રોજગારો માટે)
- સંપત્તિના દસ્તાવેજો
>સાતાખત/બાનાખત
>પ્રોપર્ટી ના દસ્તાવેજ
>કન્સ્ટ્રકશન પ્લાન (જેઓ પોતાનું મકાન બનાવી રહ્યા છે ફક્ત તેઓ ને લાગુ પડે છે)
હોમલોન માટે જરૂરી દસ્તાવેજો ની સંપૂર્ણ યાદી મેળવવા માટે – “અહીં ક્લિક કરો”
9. લૉન બંધ કરવાના માપદંડ ને સમજો
લોન બંધ કરવા ના તમામ માપદંડો વિશે સજાગ રહેવું અને તેને સંપૂર્ણ રીતે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે તમારા હોમલોન ને તેના નિયત સમયગાળા પહેલા તમારા ફંડ્સ માંથી સંપૂર્ણ રીતે ભરવા માંગતા હો, તો ખાતરી કરો કે તમારે ફાઈનાન્સર ને કોઈ વધારા નો ચાર્જ ચૂકવવો ન પડે. જો તમે તમારા ફંડ્સ માંથી સંપૂર્ણ પણે લોનની ચુકવણી કરી રહ્યા છો, તો RBI ની બધી ગાઈડલાઇન્સ જરૂર થી વાંચો.
10.તમે તમારા ફાઈનાન્સર ને બદલી શકો છો
જ્યારે તમે ફાઈનાન્સર પાસે થી લોન લો છો, ત્યારે તે બિલકુલ જરૂરી નથી કે તમે તે જ ફાઈનાન્સર સાથે રહો. જો તમારી પાસે કોઈ ફાઈનાન્સર તરફ થી વધારે સારો સૌદો આવી રહ્યો હોય, તો તમારી પાસે ફાઈનાન્સર ને બદલવાનો અને તમારી બાકી ની રકમ ટ્રાન્સફર કરવા નો અધિકાર છે.
અમને આશા છે કે એક યોદ્ધો જેમ કિલ્લા ને જીતે છે તેમ, તમે ચોક્કસ લડશો અને તમારું ઘર બનાવશો અને આ 10 વસ્તુઓ તમને હોમ લોન લેવા ના નિર્ણય માં જરૂર મદદ કરશે. HomeFirst – We’ll take you home.